Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના 23 સ્થળોએ VHP કરશે ધર્મસભા, પહેલી સભા 2જી ડિસેમ્બરે ગાંધીનગરમાં

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરશે. રાજ્યના અલગ અલગ 23 સ્થળોએ  આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરાશે. 

ગુજરાતના 23 સ્થળોએ VHP કરશે ધર્મસભા, પહેલી સભા 2જી ડિસેમ્બરે ગાંધીનગરમાં

અમિત રાજપુત, અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરશે. રાજ્યના અલગ અલગ 23 સ્થળોએ  આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરાશે. 

fallbacks

વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના 23 સ્થળોએ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, રાજકોટ, સોમનાથ, સુરત, ગોધરા, દાહોદ, ભરુચ, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, હિંમતનગર, ડીસા, વાપી, સુરત ગ્રામ્ય, ભુજ, પાટણ, છોટા ઉદેપુરમાં સભા યોજાશે. મળતી માહિતી મુજબ પહેલી ધર્મસભા 2જી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે. અમદાવાદમાં ધર્મસભાનું આયોજન 9 ડિસેમ્બરે થવાનું છે. 

અત્રે જણાવવાનું કે આજે અયોધ્યા ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો રામભક્તોએ ભાગ લીધો છે. ધર્મસભામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાયે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમારી ધીરજની કસોટી ન કરવામાં આવે. રામ મંદિર પર જમીન વહેંચણીનો ફોર્મ્યુલો અમને મંજૂર નથી. રામ જન્મભૂમિના ભાગલા અમને સ્વીકાર્ય નથી, અમને પૂરેપૂરી જમીન જોઈએ. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More